અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ઉ.ગુજરાતમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી

Other
Other

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત સહીત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. આપણે જણાવી દઈએ કે મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાંબરકાંઠા, અરવલ્લી, સહિત અમદાવાદના અમુક ભાગોમાં ભારે પવન સાથે મેઘરાજા ધબધબાટી બોલાવશે.

હવામાન નિષ્ણાતનાં જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિસ્તારોમાં ભારે મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આપને જણાવી દઈએ કે આગામી અષાઢી બીજે રાજ્યના અમુક ભાગોમાં અમીછાંટા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તદુપરાંત અમદાવાદમાં પણ બીજે વરસાદ થવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.