અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવા છતા યાત્રિકોનો ભારે ધસારો

Other
Other

અંબાજી રાજ્યભરમાં વધતા જતા કોરોનાના કેસને લઇ શ્રધાળુઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે તેમ છતા યાત્રિકો અંબાજી પહોચી મંદિર આગળ શક્તિદ્વારથી માતાજીના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માની રહ્યા છે.

તેવામાં અંબાજી આવતા યાત્રિકોને ભોજન સુવિધા મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટે પોતાનું અંબિકા ભોજનાલય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ચાલુ રાખ્યુ છે અને માત્ર ૧૬ રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની વ્યવસ્થા કાર્યરત કરી છે.રવિવારના પગલે અનેક શ્રધાળુઓ અંબાજી પહોચ્યા હતા અને અંબિકા ભોજનાલયમાં ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો જાેકે માત્ર ૧૬ રૂપિયામાં બજારમાં નાસ્તો પણ થતો નથી ત્યાં મંદિર ટ્રસ્ટે ૧૬ રૂપિયામાં ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી છે અને બાળકો માટે ૧૧ રૂપિયા નક્કી કરાયા છે.

હાલ તબક્કે આ ભોજનાલયમાં સરકારની સપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે યાત્રિકોને પ્રવેશ અપાઈ રહ્યો છે અને ભોજનખંડમાં ૫૦% સોસીઅલ ડીસટન્સ સાથે બેસાડી જમાડવામાં આવી રહ્યા છે. દિવસ દરમિયાન સવાર સાંજ બંને ટાઇમ પીરસતા ભોજનમાં સવારે ૮૦૦ અને સાંજે ૨૦૦ જેટલા આમ રોજના એક હજાર જેટલા યાત્રિકો આ ભોજન વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. જાેકે ભોજનાલય માં પૂરી વણવાની સીસ્ટમ ઓટોમેટીક વિકસિત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.