મોડાસામાં જરૂરી સરકારી રેકોર્ડ જાળવવા અદ્યતન રૂમ બનાવાયો
અરવલ્લી કલેકટર કચેરીની જુદી જુદી શાખાઓના આવશ્યક રેકોર્ડની જાળવણી માટે રેકર્ડ રૂમમાં 45 લાખનો ખર્ચ કરીને અદ્યતન રેકોર્ડ રૂમ બનાવાયો છે. કલેકટર અને અધિક કલેક્ટરની હાજરીમાં અષાઢી બીજના પાવન પ્રસંગે રેકોર્ડ રૂમનું ઉદ્ઘાટન કરાયું હતું.
કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓના આવશ્યક રેકર્ડની જાળવણી માટે કલેકટર કચેરીમાં આવેલ રેકર્ડ રૂમને અંદાજે રૂ.45લાખના ખર્ચે અદ્યતન સુવિધા અને સલામતી યુક્ત બનાવાયો છે.જેનું અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પરીકની હાજરીમાં અષાઢી બીજના પાવન પ્રસંગે સુવિધાયુક્ત રેકર્ડ રૂમનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે અધિક કલેક્ટર એમ.ડી. પરમાર અને કલેક્ટર કચેરીના જુદા જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરને રેકોર્ડ રૂમની સુવિધા અને સલામતી અંગે માહિતગાર કરાયા હતા.
Tags Ambaji Aravalli Gandhinagar Gujarat