અમીરગઢ સરકારી વિનયન કૉલેજ ખાતે અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધા યોજાઇ

Other
Other

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના આંતરિયાળ વિસ્તારમાં આવેલી અમીરગઢ કોલેજમાં જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર ટીમોમાં 16 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.અમીરગઢ સરકારી વિનયન કૉલેજ ખાતે જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા સૌપ્રથમ આપણે પોતાનાથી અને આસપાસના વિસ્તારથી પરિચિત હોવા બહુ જરૂરી છે. એ ઉદ્દેશ્યને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકારના પાંચ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા.

પ્રથમ રાઉન્ડ અમીરગઢ પાલનપુર અને બનાસકાંઠાનો સંસ્કૃતિ વારસો, ઐતિહાસિક સ્થળો, ભૌગોલિક પરિસ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. બીજા રાઉન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ત્રીજા રાઉન્ડમાં અંગ્રેજી ગ્રામરને લગતી પ્રશ્નોતરી કરવામાં આવી હતી. ચોથો રાઉન્ડમાં વિકસિત ભારત પર વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. છેલ્લો રાઉન્ડ બઝર રાઉન્ડ હતો, જેમાં કરન્ટ વિષયો પર ઓડિયો વિઝ્યુઅલ ક્વિઝ કરવામાં આવી હતી ટીમના નામ ચંદ્રકાંત બક્ષી, શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી રાખવામાં આવ્યા હતા.પાંચ રાઉન્ડમાં 100 માર્કસ હતા જેમાં ચંદ્રકાંત બક્ષી ટીમ 29 માર્કસ સાથે વિજેતા બની. મુસાફિર પાલનપુરી 28 માર્કસ સાથે બીજા નંબરે રહી. કુલ 16 છોકરાઓએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ. મંજુલાબેન પરમાર અને ડૉ. મહેશભાઈ પ્રજાપતિએ નિભાવી હતી. સમગ્ર સ્ટાફ ગણના સહયોગથી આ કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન જ્ઞાનધારાના કો- ઓર્ડીનેટર પ્રા. ફરહીના શેખે કૉલેજના આચાર્યના માર્ગદર્શનમાં રહીને કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.