PM મોદી દ્વારા લખાયેલા ‘ગરબો’ ગીત પર બન્યો મ્યુઝિક વીડિયો, નવરાત્રિમાં મચાવશે ધૂમ

Other
Other

15મી ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉત્સાહિત છે. નવરાત્રી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ગીત પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગરબા ગીત ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ અને વારસો છે. પીએમ મોદીએ આ ગરબા ગીત વર્ષો પહેલા લખ્યું હતું.

ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’ માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને જોવાની પ્રેરણા આપે છે. તેનું નિર્દેશન નદીમ શાહે કર્યું છે. ચેનલે લખ્યું કે તો તમારી ટીમ તૈયાર કરો, તમારા દાંડિયા તૈયાર રાખો અને ‘ગરબો’ને તમારું નવરાત્રી ગીત બનાવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.