ભરૂચ શહેરના સહિત સર્કલ વિસ્તારમાં અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારનો ચાલક સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતાં આબાદ બચાવ
ભરૂચ શહેરના અતિવ્યસ્ત ગણાતા સહિત સર્કલ વિસ્તાર શનિવારે રાતે અચાનક કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી અને થોડા સમય માટે જુના નેશનલ હાઇવેનો આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.
રાતના સુમારે શીતલ સર્કલ વિસ્તારથી ABC ચોકડી તરફ જઈ રહેલી કારના બોનેટમાં અચાનક ધૂમાડાં નજરે પડતાં કારનો ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. ગણતરીના સમયમાં કાર ભડભડ સળગી ઉઠી હતી. કારનો ચાલક સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ દરમિયાન કાર અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી.
સુરત – અમદાવાદને જોડતા વ્યસ્ત માર્ગ ઉપર બનેલી ઘટનાના કારણે વાહનવ્યવહાર થોડા સમય માટે ઠપ્પ થયો હતો. ઘટનાની જાણ ભરૂચ નગર પાલિકાને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘનાસ્થળે પહોંચી ગઈ હતી. સળગતી કાર ઉપર પાણીનો મારોચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા હાશકારો અનુભવાયો હતો.
Tags bharuch fire in car india Rakhewal