વંથલીના નરેડી ગામ પાસે કારમાં આગ લાગતા અફરા-તફરી મચી
જુનાગઢના વંથલી તાલુકાના નરેડી ગામ નજીક માણાવદરથી વંથલી તરફ આવતી કારમાં અચાનક લાગી આગ હતી. કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ આ ફોર વ્હીલ કારમાં ત્રણથી ચાર લોકો સવાર હતા. જેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
અચાનક જ કારમાં આગ લાગતા રસ્તા પર રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનાથી આરોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોડ વચ્ચે જ અચાનક કારમાં આગ લાગતા પાણીના ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યા હતો. ત્યારે કારમાં અચાનક લાગેલી આગના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાઇ હતી.પરંતુ કારમાં અચાનક જ આગ લાગતા કાર બળીને ખાત થઈ હતી.પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો.