![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/09/ak.png)
ભરૂચના આમોદ નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, માતા સહીત 10 વર્ષનાં બાળકનું મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે, ત્યારે ભરૂચના આમોદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આમોદના બત્રીસી નાળા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બેના કમાટીભર્યા મોત નિપજ્યા છે, માતા સહિત 10 માસના બાળકનું પણ ઘટના સ્થળે મોત થયું છે. બાઈક ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બાઈક સવાર પણ આમોદથી જંબુસર તરફ જતા હતા. મોતને ભેટનાર એહમદ રજા તૌસીફ ઉં.10 મહિના તેમજ રૂકસાના બેન આસિફ અસાલી (ઉ. 28)નું મોત થયું છે. આમોદ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો. પોલીસને અકસ્માતને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.