54મી GST કાઉન્સિલની બેઠકઃ કેન્સરની દવા થશે સસ્તી, નાસ્તાના ભાવ પણ ઘટશે – GST ઘટાડવાનો નિર્ણય

Other
Other

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 54મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠક પર માત્ર ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સામાન્ય લોકોની પણ ખાસ નજર હતી. વાસ્તવમાં, ઉદ્યોગની સાથે સાથે દેશના સામાન્ય લોકોને પણ જીએસટી કાઉન્સિલની આ બેઠકથી ઘણી અપેક્ષાઓ હતી. દર વખતની જેમ આ વખતે પણ GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આવો જાણીએ આ બેઠકમાં અત્યાર સુધી કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલે હાલમાં 2,000 રૂપિયાથી વધુની ઓનલાઈન પેમેન્ટ પર GST લાદવાના પ્રસ્તાવને મોકૂફ રાખ્યો છે.

GST કાઉન્સિલે કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર GST ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કેન્સરની દવાઓ પર 12 ટકા GST લાગતો હતો. સરકારના આ મોટા નિર્ણયથી કેન્સરની સારવારનો ખર્ચ ઘટશે.

સ્વાસ્થ્ય અને જીવન વીમા પૉલિસી પ્રિમિયમ પર વસૂલવામાં આવતા 18% GSTને ઘટાડવા માટે સંમત થયા છે. જોકે હવે પ્રીમિયમ પર કેટલો GST વસૂલવામાં આવશે તેનો અંતિમ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની આગામી બેઠકમાં લેવામાં આવશે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં સેસ કમ્પેન્સેશન પર ગૃપ ઑફ મિનિસ્ટર્સ એટલે કે GoMની રચના પર સહમતિ બની છે.

GST કાઉન્સિલે નમકીન પર GST 18 થી ઘટાડીને 12 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

અત્યાર સુધી GST કાઉન્સિલની બેઠક માત્ર દિલ્હીમાં જ યોજાતી હતી, 55મી બેઠક પણ દિલ્હીમાં યોજાશે અને ત્યારબાદ 56મી બેઠક દિલ્હીની બહાર અન્ય રાજ્યોમાં યોજાવાની શરૂઆત થશે.

કાર સીટ પર GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.