ફોર્બ્સ’ની વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં અક્ષય કુમાર એક માત્ર ભારતીય કલાકાર

Other
Other

મુંબઇ,
સતત બીજા વર્ષે અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાની જાણીતા આર્થિક મેગેઝિન ‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં છે. વર્ષ ૨૦૨૦માં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા એન્ટરટેઈનર્સના લિસ્ટમાં આ વખતે અક્ષય કુમાર ૫૨મા નંબર પર છે એટલે કે હાલમાં અક્ષયની ઉંમર પણ ૫૨ છે અને લિસ્ટમાં તેનો નંબર પણ ૫૨ છે. લિસ્ટમાં ટોચ પર કાયલી જેનર છે. ફોર્બ્સનું આ લિસ્ટ જૂન ૨૦૧૯થી જૂન ૨૦૨૦ સુધીની સેલિબ્રિટીઝની પ્રી ટેક્સ કમાણીને આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના એન્યુઅલ સેલિબ્રિટી ૧૦૦ લિસ્ટમાં અક્ષય કુમાર ૪૮.૫ મિલિયન ડોલર (અંદાજે ૩૬૬ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. શાહરુખ ખાન સતત ત્રીજા વર્ષે અને સલમાન સતત બીજા વર્ષે આ લિસ્ટમાંથી બહાર છે. કમાણીની આ યાદીમાં અક્ષય કુમારે જેનિફર લોપેઝ, વિલ સ્મથ, રિહાના, જેકી ચેન જેવા ઈન્ટરનેશનલ સેલેબ્સને પાછળ મૂક્્યા છે. ગયા વર્ષે અક્ષય કુમાર આ લિસ્ટમાં ૩૩મા નંબર હતો. ગયા વર્ષે અક્ષયની કમાણી ૪૪૪ કરોડની હતી.

ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી
૧. કાયલી જેનર (મોડેલ, બિઝનેસવુમન) ૪૪૫૪ કરોડ રૂપિયા (૫૯૦ મિલિયન ડોલર)
૨. કાન્યે વેસ્ટ (અમેરિકન રેપર) ૧૨૮૩ કરોડ રૂપિયા (૧૭૦ મિલિયન ડોલર)
૩. રોજર ફેડરર (ટેનિસ પ્લેયર) ૮૦૨ કરોડ રૂપિયા (૧૦૬. ૩ મિલિયન ડોલર)
૪. ક્રિÂસ્ટયાનો રોનાલ્ડો (ફૂટબોલર) ૭૯૨ કરોડ રૂપિયા (૧૦૫ મિલિયન ડોલર)
૫. લિયોનેલ મેસી (ફૂટબોલર) ૬૯૨ કરોડ રૂપિયા (૧૦૪ મિલિયન ડોલર)
૬. ટાયલર પેરી (ડિરેક્ટર, એક્ટર, પ્રોડ્યૂસર) ૭૩૨ કરોડ રૂપિયા (૯૭ મિલિયન ડોલર)
૭. નેમાર (ફૂટબોલર) ૭૨૦ કરોડ રૂપિયા (૯૫.૫ મિલિયન ડોલર)
૮. હાવાર્ડ સ્ટર્ન (રેડિયો હોસ્ટ) ૬૭૯ કરોડ રૂપિયા (૯૦ મિલિયન ડોલર)
૯. લેબ્રાન જેમ્સ (બાસ્કેટબોલ પ્લેયર) ૬૬૬ કરોડ રૂપિયા (૮૮.૨ મિલિયન ડોલર)
૧૦. ડ્‌વેન જાનસન (એક્ટર) ૬૫૮ કરોડ રૂપિયા (૮૭.૫ મિલિયન ડોલર)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.