પાલનપુરમાં આંશિક લોકડાઉન સામે વેપારીઓનો વિરોધ

Other
Other

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે પાલનપુરમાં આંશિક લોકડાઉન વચ્ચે નાના વેપારી ઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે પાલનપુર નગરપાલિકામાં તંત્ર સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓએ નિયત સમયમાં ધંધા રોજગાર ચાલુ રાખવાની અથવા તો સંપૂર્ણ લોકડાઉન ની માંગ કરી હતી. જાેકે, બેઠકમાં તંત્રની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સના ધજીયા ઉડ્યા હતા. કોરોનાના હોટસ્પોટ બનેલા પાલનપુરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા અગાઉ વેપારીઓએ ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું હતું. બાદમાં રાજ્ય સરકારે આંશિક લોકડાઉન કરતા પાલનપુરમાં છેલ્લા વીસ દિવસથી ધંધા રોજગાર બંધ રહેતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. જાેકે, આંશિક લોકડાઉનમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલતા બજારમાં લોકોની ચહલ-પહલ સામાન્ય દિવસો જેવી જ રહી છે. જેને પગલે ટ્રાફિક રહેતો હોઇ લોકડાઉનનો હેતુ માર્યો જાય છે. ત્યારે વેપારીઓએ આજે તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં આંશિક લોકડાઉન માં પણ તમામ ધંધા રોજગાર નિયત સમય મર્યાદા નક્કી કરી ચાલુ રાખવાની માંગ કરી હતી. અથવા તો શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરી કડક અમલ કરવાની માંગ વેપારીઓએ કરી રહ્યા હોવાનું અશોક મહેશ્વરી નામના વેપારીએ જણાવ્યું હતું.
જાેકે, બેઠકમાં ઉપસ્થિત પાલનપુર પ્રાંત ઓફિસર એસ.ડી.ગિલવાએ જણાવ્યું હતું કે, આંશિક લોકડાઉન એ રાજ્ય સરકારનો ર્નિણય છે. ત્યારે વેપારીઓએ કરેલી રજુઆત સરકારના ધ્યાને મુકવામાં આવશે. દરમિયાન, રાજ્ય સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી ધંધા રોજગાર ચાલુ રાખનાર વેપારીઓ સામે કડક હાથે કામ લઈ સરકારની એસ.ઓ.પી. નું.પાલન કરાવવામાં આવશે તેવું એ.એસ.પી. સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું. આજની બેઠકમાં પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી. ગિલવા, એ.એસ.પી સુશીલ અગ્રવાલ, ચીફ ઓફિસર સતીશ પટેલ, સિવિલ સોસાયટીના અગ્રણી શૈલેષ જાેશી સહિત વિવિધ વેપારી એશોસીએશનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સોશિયલ ડિસ્ટનસના ઉડ્યા ધજીયા જાેકે, કોરોનાના કહેર વચ્ચે આજની બેઠકમાં તંત્રની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે કોરોના ગાઈડલાઈનના ધજીયા ઉડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.