ડીસામાં તીડના ઝુંડ ઉડત, આસપાસના ખેડૂતો ચિંતિત

Other

બનાસકાંઠામાં ચાલુ વર્ષે કુદરતી આફતો એક પછી એક આવી રહી છે જેમાં ગત સિઝનમાં તીડ આવ્યા હતા અને ખેતીના પાકોને પારાવાર નુકશાન કર્યું હતું ત્યારબાદ કોરોના મહામારી દરમિયાન જ ફરીવાર ડીસા પંથકમાં તીડ નું આગમન થયું છે જેમાં બુધવારે બપોર બાદ અચાનક તીડ આવી પહોંચતા ખેડુતો ના જીવ પડીકે બંધાયા હતા બપોર બાદ ડીસાના ગાંધીચોક, રેલવે સ્ટેશન, અંબિકા ચોક સહિત સમગ શહેર ઉપર તીડના ઝુન્ડ ઉડતા દેખાયા હતા તેથી શહેરીજનોમાં કુતુહલ ફેલાયું હતું. અને ફટાકડા ફોડી તીડોના ઝુન્ડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.જયારે કોરોના વચ્ચે આ નવી આકાશી આફતથી આસપાસના ગામોના ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.