આજે ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. ગૃહમાં તેમણે ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ અને ભારતીય સેનાની બહાદુરી પર પણ ઘણી વાતો કરી. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી કોંગ્રેસ મજા કરી રહી હતી. કોંગ્રેસે ઓપરેશન મહાદેવ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મેં પહેલા કહ્યું હતું કે ભારત ‘બુદ્ધ’ ની ભૂમિ છે, યુદ્ધની નહીં. આપણે સમૃદ્ધિ અને શાંતિ ઇચ્છીએ છીએ. પરંતુ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે સમૃદ્ધિ અને શાંતિનો માર્ગ શક્તિમાંથી પસાર થાય છે.

