શિયાળાની કડકડ થી ઠંડી વચ્ચે વિવિધ રમતોનો વિશેષ મહત્વ: શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ નાના-મોટા ખુલ્લા મેદાનોમાં વહેલી સવારે શરીરને તંદુરસ્ત રાખવા માટે મોર્નિંગ વોક તથા યોગાસનમાં મશગુલ જોવા મળી રહ્યા છે.
શિયાળાની ઋતુના અનેક ફાયદા આપણા સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા છે જેને લઈ આ ઋતુ દરમિયાન ખાસ કરી ને યુવાનો શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખવા માટે વિવિધ રમત દ્વારા કસરતો અને શારીરિક વ્યાયામ પર વિશેષ ભાર મુકી રહ્યા છે.આ ઉપરાંત શહેરીજનો મોર્નિંગ વોક, જોગિંગ, સાઇક્લીંગ, વોકેથોન- મેરેથોન જેવી પ્રતિસ્પર્ધાઓ યોજે છે.અને શરીરને સ્વસ્થ અને વ્યસ્ત રાખવા માટે શિયાળામાં સૌથી વધુ પ્રયાસો કરવા આવી રહ્યા છે ત્યારે શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મેદાનો શિયાળાની ઋતુ દરમિયાન ખેલાડીઓ થી ભરેલા જોવા મળી રહ્યા છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે સમગ્ર શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ખેલાડીઓ સહિત રમતવીરો હાજરી આપતા હોય છે.
શિયાળાની ઋતુ ને અનેક લોકો ઉત્સવરૂપે મનાવે છે: નિરોગી સ્વસ્થ તન અને પ્રસન્ન મન એ ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે. શિયાળામાં થોડી કાળજી રાખવામાં આવે તો સ્વાસ્થ્યને ગુણવત્તા પ્રદાન કરી શકાય છે અલબત્ત શિયાળો એ તન અને મનને પુષ્ટિ આપનાર ઋતુ કહેવાય છે. સ્વાસ્થ્યની થોડી સાવચેતી માટે આ ઋતુને અનેક લોકો ઉત્સવરૂપે મનાવે છે.
શિયાળામાં કસરત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે : તજજ્ઞો આ અંગે કેટલાક તજજ્ઞો ના મતે શિયાળામાં કસરતો કરાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કસરતો કરવાથી ઓક્સિજન વધારે મળે છે અને તેના કારણે ઈમ્યૂનિટી બહેતર થાય છે. વધુ ખોરાક આપવાની સાથે સાથે બાળકોને રમતો રમવા પ્રેરવા જોઈએ. લાંબાંગાળે તેનામાં કસરતો અને રમતો પ્રત્યે રૂચિ જાગે છે.
શિયાળાનો કૂણો તડકો શરીર માટે ખુબ જ લાભકારી છે: શરીરમાં વિટામીન ડીનું બહુ જ મહત્વ છે. ખાસ તો શહેરોમાં રહેતા લોકોને તડકામાં નીકળવાનું ઓછું બને છે. નિયમિત ઓફિસનો સમય એવો હોય છે કે એમાં ખાસ તડકો ખાવાનો રહેતો નથી, પરંતુ શિયાળાનો કૂણો તડકો શરીર માટે ખૂબ જ લાભકારક છે. શિયાળામાં કૂણા તડકામાં ચાલવા કે દોડવા જવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.