રાધનપુરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : ૫૦ હજારના મોબાઈલ સાથે યુવાન ઝડપાયો

રાધનપુરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : ૫૦ હજારના મોબાઈલ સાથે યુવાન ઝડપાયો

પાટણ જિલ્લાના રાધનપુરમાં પોલીસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ૧૯ વર્ષીય સાહિલ સલીમભાઇ મોરવાડીયાને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી પાડયો છે.આરોપી પાસેથી ૫૦ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે. સાહિલ મીરાં દરવાજા વિસ્તારમાં રહે છે અને તેની અટકાયત બાતમીના આધારે કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ, સાહિલ પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી જુદી જદી ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો રમી રમાડતો હતો. તે ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ દરમિયાન ‘XUV777′ નામની એન્ડ્રોઇડ એપ્લિકેશન પર પોતાની આઈડી અને પાસવર્ડ નાખી જુગારની પ્રવૃત્તિ ચલાવતો હતો. મેચની પ્રગતિ સાથે બદલાતા દર મુજબ, તે ટીમોની હાર-જીત પર રૂપિયાની હારજીતનો સટ્ટાનો જુગાર રમાડતો હતો.

પોલીસની પૂછપરછમાં સાહિલે કબૂલ્યું હતું કે, તેને આ ઓનલાઈન સટ્ટાની આઈડી અને પાસવર્ડ રાધનપુર, ટાવર પાસે રહેતા ભરતભાઈ ઉર્ફે કેશો રામચંદભાઈ મોચીએ આપ્યા હતા.જોકે, પોલીસ દરોડાની જાણ થતાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે કેશો મોચી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર મામલે રાધનપુર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12-અ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપી ભરત ઉર્ફે કેશોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *