કાંકરેજ તાલુકાના અરડુવાડા પાસે કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈક ચાલક ઘાયલ થયો હતો. જેને 108 મારફતે શિહોરી રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જેમાં પાટણ તરફથી આવી રહેલી કાર નં. GJ08.AJ. 7338 શિહોરી તરફ જઈ રહી હતી ત્યારે શિહોરી તરફ થી આવી રહેલ બાઈક નં. GJ24 AJ 4959 વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક તલકજી રામાજી ઠાકોર ઉવ.25 રહે.ધાનેરા તા.કાંકરેજ વાળાને ઈજાઓ થતા શિહોરી રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. અને વધુ સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યો હતો.
બનાવની માહિતી મળતી મુજબ સામેથી રોંગ સાઈડમાં આવતી ક્રેટા ગાડી જેનો આર.ટી.ઓ નંબર GJ08 J7338 એ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા લોકો દ્વારા 108 જાણ કરતા પાયલોટ રવિન્દ્ર કુટેચા તેમજ સેધાભાઈ ખીમાણા 108 લઈ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઠાકોર તકલજી રામાજી ઉમર વર્ષ.25 કાંકરેજ વાળાને વધુ ઇજાઓ થતા શિહોરી રેફરલ હોસ્પિટલમાં લાવી સારવાર બાદ વધુ સારવાર અર્થ પાટણ ધારપુર ખાતે ખસેડાયો અકસ્માત થતા રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયાં હતા.