સિધ્ધપુરના ઇસ્લામપુરા વિસ્તારમાં એક મકાનમાં ફસાયેલી બે વૃદ્ધ મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે. મકાનના ઉપરના માળે રહેતી આ બંને વૃદ્ધ મહિલાઓ એકલી જીવન નિર્વાહ કરતી હતી. મકાનનો નીચેનો ભાગ બંધ હોવાથી તેઓ નીચે આવી શકતી ન હતી. ઘટનાની જાણ થતાં સિધ્ધપુર નગરપાલિકા ફાયર વિભાગ, પાલિકા ચીફ ઓફિસર, ઊંઝા ફાયર ફાઈટર અને સિધ્ધપુર 108ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરના મુસ્તુફા ઝાલોરીએ સાહસિક રીતે મકાનમાં પ્રવેશ કરી બચાવ કામગીરી હાથ ધરી બચાવ કામગીરી દરમિયાન એક વૃદ્ધ મહિલા રસીદાબેન મોહસીનભાઈ ઝાકીર ગોરેગાવવાલા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે બીજી વૃદ્ધ મહિલા સાકીરાબેનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તાર માં શોકની લાગણી ફેલાવી દીધી છે.
- May 30, 2025
0
333
Less than a minute
You can share this post!
editor

