વિકસિત ભારત – સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય : કે. સી.પટેલ…!

વિકસિત ભારત – સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય : કે. સી.પટેલ…!

પાટણ એપીએમસી હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

પાટણ વિધાનસભા દ્વારા બુધવારે પાટણ એપીએમસી હોલ ખાતે હુડકોના સ્વતંત્ર ચેરમેન કે. સી.પટેલ ના અધ્યક્ષ સ્થાને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પાટણના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એક રાષ્ટ્ર,એક ચૂંટણી ની પહેલ ને જન જન સુધી પહોંચાડવા સાથે પાટણ વિધાનસભા વિસ્તારના “પ્રબુદ્ધ નાગરિકો ને સંબોધિત કરતાં કે.સી.પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત – સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય હોવાનું જણાવી તેઓએ એક દેશ, એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશ્યો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કે.સી. પટેલ સહિત પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂવૅ પ્રમુખ મોહનભાઈ પટેલ,એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ,ભાવેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ,વિવેક પટેલ, કાર્યક્રમના સંયોજક જયેશભાઈ પટેલ સહિત પાટણના ડોક્ટરો, વકીલો,ચાર્ટર્ડ એકાઉન્ટનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી એક રાષ્ટ્ર એક ચુટણી ના સંકલ્પ ગ્રહણ કયૉ હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *