ખેડબ્રહ્મા તાલુકાના કાલોલ અને નાકા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તથા ખેતીમાં વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શિત કરાયા નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી. વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તક ખેડબ્રહ્મા તાલુકાના કલોલ અને નાકા ગામના ખેડૂતો માટે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.
યુનિવર્સિટીના યોજના ઇન્ચાર્જ એસ.એમ.પટેલ દ્વારા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તેમજ યોજનાકીય કામગીરી અંગે તથા સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.આર.નાકરાણી દ્વારા તેલીબીયા સંશોધન કેન્દ્રએ પ્રાકૃતિક ખેતી અને ઉનાળુ તથા શિયાળુ પાકોમાં પાક સંરક્ષણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વિષય ઉપર ખેડૂતોને વિસ્તૃત સમજ આપી હતી.