બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે કરેલી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ સાથે એક શખસની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની દેખરેખમાં અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું.
તપાસમાં સામે આવ્યું કે આ હથિયાર મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના બનગડ ગામના સુરજસિંહ પાસેથી મેળવવામાં આવ્યું હતું અને કચ્છના અંજારના ગુલામભાઈએ તેની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પોલીસના વિશેષ અભિયાનનો એક ભાગ છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે