હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માંથી મળી આવેલી દારૂની બોટલો મામલે કડક કાર્યવાહી કરાશે : રજીસ્ટાર
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દિવસે ને દિવસે અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની રહી હોય તેમ અવાર નવાર યુનિવર્સિટી કેમ્પસ માંથી દારૂની મહેફીલ માણીને ખાલી બોટલો ફેકી દીધેલ નજરે પડતી હોય છે તો તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલ માણવાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હોય અને તેના પડધા છેક વિધાનસભા મા પડ્યા હોવા છતાં યુનિવર્સિટી સતાધીશો કે પછી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી દ્રારા કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી હાથ ના ધરાતા યુનિવર્સિટીમાં અસામાજિક ગૃહર્દી કરતા તત્વો બેફામ બની યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલમાણી દારૂની ખાલી બોટલો ફેંકી યુનિવર્સિટીને બટ્ટો લગાવી રહ્યા છે.
બુધવારના રોજ યુનિવર્સિટીને બદનામ કરતી દારૂની ખાલી બોટલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા તળાવ પાસેના ગાર્ડન નજીકની પાણીની ટાંકી માંથી મળી આવવાની ઘટનાને લઇ ફરી એક વખત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ દારૂકાંડના મામલે ચર્ચામાં આવવા પામ્યુ છે. યુનિવર્સિટી ખાતે બનેલા દારૂકાંડ ના બનાવને હજુ એક મહિના જેટલો જ સમય થયો છે ત્યાં ફરીવાર વિદ્યાના ધામને શર્મસાર કરનારા દારૂની બોટલો યુનિવર્સિટી કેમ્પસ માંથી મળી આવ્યાના દ્રશ્યો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં અસંખ્ય સંખ્યામા CCTV લગાવવામાં આવેલા હોવા છતાં અને કડક સિક્યુરિટી હોવા છતાં આજદિન સુધી યુનિવર્સીટીમા દારૂની મહેફિલ માણનારાઓ પર ક્યારેય એક્શન લેવામાં આવી નથી. ત્યારે ફરી એક વખત યુનિવર્સિટી કેમ્પસ માંથી મળેલી ખાલી દારૂની બોટલોને લઈ અને ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
જોકે બુધવારે યુનિવર્સિટી કેમ્પસ માંથી મળેલી દારૂની ખાલી બોટલો મામલે યુનિવર્સિટીના કુલપતિ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ યુનિવર્સિટીના રજીસ્ટાર સાથે આ મામલે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ યુનિવર્સિટી કેમ્પસ માંથી મળેલી દારૂની ખાલી બોટલ મામલે લીલવટ ભરી તપાસ હાથ ધરવાની સાથે યુનિવર્સિટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના કુટેજો તપાસી કસુર વારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.