ઉત્તરાયણ ની પૂર્વ સંધ્યા એ વાવ શહેરમાં ચાઈનીઝ દોરી માલ ખડકાયો

ઉત્તરાયણ ની પૂર્વ સંધ્યા એ વાવ શહેરમાં ચાઈનીઝ દોરી માલ ખડકાયો

ચાઈનીઝ દોરી અબોલ પક્ષી ઓ માટે ઘાતક પુરવાર થઇ કેટલા નિર્દોષ પક્ષી ઓ મોત નો શિકાર બને તે પૂર્વે તંત્ર સાબદુ બને ઉત્તરાયણ ના હવે માત્ર ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે એક તરફ જીવદયા પ્રેમી ઓ અબોલ  પશુ ઓ માટે ઘાસ તો વળી શ્વાન માટે લાડુ બનાવી રહ્યા છે.ત્યારે વાવ શહેર ના કેટલાક ઘાતક વેપારી ઓ એ પોતાની કમાણી કરવા માટે ઉત્તરાયણ ની પૂર્વ સંધ્યા એ મોટી માત્રામાં ચાઈનીઝ દોરી નો માલ ખડકી ગોડાઉન માં છુપાવી ઉંચી કિંમતે વહેંચી રહ્યા છે.

આ ચાઇનીઝ દોરી નો અબોલ પક્ષી ઓ શિકાર ન બને તે પૂર્વે જવાબદાર તંત્ર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી વાવ શહેર માં આવેલ ચાઈનીઝ દોરી ના માલ ને નેશ નાબૂદ કરે તેવી જીવદયા પ્રેમી ઓ અને લોકો ની પ્રચંડ માંગ છે.પોતાના શોખ માટે કેટલાય પતંગ પ્રેમી નબીરા ઓ ઉંચી કિંમત આપી આવી ચાઈનીઝ દોરી પતંગ ચગાવી રહ્યા છે.આ બાબતે જવાબદાર તંત્ર સક્રિય નહિ બને તો અબોલ પક્ષી ઓ ની રક્ષા માટે જનતા રેડ કરી ચાઈનીઝ દોરી પકડી પાડશે તેવું જીવદયા પ્રેમી ઓ અને લોકો માં ચર્ચાસ્પદ બન્યું છે.તે પૂર્વ તંત્ર જાગૃત બને

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *