નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા તો રેલવે નું પ્રથમ ગરનાળુ પાણીમાં ગરક થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં
બાળકોએ વરસાદમાં ભીજાઇ ગરમીથી રાહત અનુભવી આનંદ માણ્યો; પાટણ શહેરમાં શનિવારે સવારથીજ ભારે ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં પવનના અભાવે લોકોએ સખત ગરમીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રાત્રે ૧૦-૩૦ કલાકની આસપાસ વાતાવરણ પલટો આવતા સુસવાટા બંધ પવન ફુકાવાનો શરૂ થયા બાદ મેઘરાજાએ વિજળી ના કડાકા ભડાકા સાથે મૂશળધાર પધરામણી કરતાં ધડીક વારમાં શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના માગૅ પર પાણી ફરી વળવાની સાથે સાથે રેલવેનું પ્રથમ નાળુ પાણીમાં ગરક બન્યુ હતું જેના કારણે વાહનચાલકો મુશકેલી મા મુકાયાં હતાં. શહેરના ટેલિફોન એક્સચેન્જ માગૅ, ગાયત્રી મંદિર રોડ, ચિત્રકૂટ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.અસહ્ય ગરમી અને બફારા વચ્ચે રાત્રે ધોધમાર વરસેલા વરસાદ મા બાળકોએ વરસાદમાં ભીજાઇ ને આનંદ માણ્યો હતો.

