પીએમ મોદી સાઉદીની મુલાકાતે, કોંગ્રેસે નેહરુની 1956ની યાત્રાને યાદ કરી

પીએમ મોદી સાઉદીની મુલાકાતે, કોંગ્રેસે નેહરુની 1956ની યાત્રાને યાદ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે નીકળ્યા ત્યારે, કોંગ્રેસે મંગળવારે નવેમ્બર-ડિસેમ્બર 1955માં સાઉદી કિંગની ભારતની પહેલી મુલાકાતને યાદ કરી, ત્યારબાદ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ બીજા વર્ષે મધ્ય પૂર્વીય દેશ ગયા હતા.

કોંગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહાર પ્રભારી જયરામ રમેશે ૧૯૫૫માં સાઉદી રાજાની મુલાકાત અને ૧૯૫૬માં નેહરુની સાઉદી અરેબિયાની મુલાકાતના બે વિડિયો ક્લિપિંગ્સ શેર કર્યા હતા.

વડાપ્રધાન સાઉદી અરેબિયાની મુલાકાત શરૂ કરી રહ્યા છે ત્યારે નવેમ્બર-ડિસેમ્બર 1955માં સાઉદી કિંગની ભારતની પહેલી મુલાકાતને યાદ કરવી યોગ્ય છે, તેવું જયરામ રમશે જણાવ્યું હતું.

જયરામ રમેશે X પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, કિંગ સઉદ બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ 26 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 1955 દરમિયાન 17 દિવસ માટે ભારતમાં હતા, તેમણે નવી દિલ્હી, મુંબઈ, ખડકવાસલા, બેંગલુરુ, મૈસુર, હૈદરાબાદ, આગ્રા, અલીગઢ અને વારાણસીની મુલાકાત લીધી હતી.

૧૯૫૫માં સાઉદી કિંગની અસાધારણ મુલાકાત બે સોવિયેત નેતાઓ નિકિતા ખ્રુશ્ચેવ અને નિકોલાઈ બુલ્ગાનિનની સાથે થઈ હતી, જેમણે ૧૮ નવેમ્બર ૧૯૫૫ થી ૩૦ નવેમ્બર ૧૯૫૫ અને ફરીથી ૭ ડિસેમ્બર ૧૯૫૫ થી ૧૪ ડિસેમ્બર ૧૯૫૫ સુધી બે સમયગાળામાં કુલ ૧૯ દિવસ ભારતમાં વિતાવ્યા હતા, તેવું તેમણે કહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *