જો તમે રજાઓનું આયોજન કરી રહ્યા છો અને તમારા રોકાણ માટે OYO રૂમ્સ બુક કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. Oyo Rooms એ તેની ચેક ઇન પોલિસી બદલી છે. હોટેલ અને ટ્રાવેલ બુકિંગ દિગ્ગજ ઓયોએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે અને ચેક-ઇન પોલિસીમાં ફેરફાર કર્યો છે. ઓયોની નવી ચેક-ઇન પોલિસી અનુસાર, હવેથી અપરિણીત યુગલોને ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Oyo એ પાર્ટનર હોટલ માટે નવી ચેક-ઈન પોલિસી શરૂ કરી છે. નવી નીતિ હેઠળ, હવે અપરિણીત યુગલોને ઓયો હોટલના રૂમમાં ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કંપનીએ તેની શરૂઆત મેરઠથી કરી છે. Oyo એ મેરઠથી શરૂ કરીને ભાગીદાર હોટલ માટે નવી ‘ચેક-ઇન’ નીતિ લાગુ કરી છે.