ગામ સમરસ ના થતા ગ્રામજનોએ ચૂંટણી પ્રક્રિયા મુલત્વી
ઊંઝા તાલુકાના લીંડી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ ભરાયુ નહીં ગામમાં સમરસ મુદે આંતરિક વિવાદ થતા એક પણ ફોર્મ ભરાયુ નથી. જેને લઇ હવે લીંડી ગામે સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી યોજાઈ શકશે નહીં. ઊંઝા તાલુકાના લીંડી ગામે ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં નહીં આવતા હાલ પૂરતી ચૂંટણી નહીં યોજાય, સરપંચ સહિત મળી ગામ સમરસ થતું હતું. પરંતુ ગામમાં આંતરિક વિવાદને લઈ કોઈ ફોર્મ ભરાયું નહોતું. જેને લઇ લીંડી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પંરતુ આંતરિક વિવાદને ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે એક પણ ફોર્મ ભરવામાં ન આવતા હાલ પુરતી ચૂંટણી નહીં થાય.
લીંડી ગામના અગ્રણી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લીંડી ગામમાં ચૂંટણી ન થવાનું કોઈ રાજકીય કારણ કે વિવાદનું કોઈ કારણ નથી. ગામ વર્ષોથી સમરસ થાય છે. કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. ફોર્મ ભરવાની તૈયારી કરાઇ હતી. ગામ સમરસ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જાહેરાત પણ કરાઈ હતી પરતું વિવાદ થતા સમરસ ના થતા ગ્રામજનોએ એકબીજાના સંબધો ના બગડે એ માટે ચૂંટણી મુલત્વી રાખી છે.