ગુજરાતની કોઈ યુનિવર્સિટી ટોપ-10માં નહીં !
આ રેન્કિંગ્સ શિક્ષણ, સંશોધન, વ્યાવસાયિક પ્રેક્ટિસ અને ગ્રેજ્યુએશન પરિણામો જેવા અનેક માપદંડો પર આધારિત હોય છે, જે સંસ્થાઓની ગુણવત્તાનું કરે છે મૂલ્યાંકન
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે NIRF રેન્કિંગ 2025 (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) જાહેર કર્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીના ભારત મંડપમથી આ યાદી રજૂ કરી હતી. આ વર્ષે પણ IIT મદ્રાસે એકંદર શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ સતત સાતમી વખત છે કે આ સંસ્થાને દેશની શ્રેષ્ઠ સંસ્થાનો તાજ મળ્યો છે.
મુખ્ય રેન્કિંગની હાઈલાઈટ્સ
- એકંદર શ્રેણી : IIT મદ્રાસ સતત સાતમી વખત નંબર વન પર રહ્યું છે. તેણે એન્જિનિયરિંગ અને નવી ઉમેરાયેલી સસ્ટેનેબિલિટી (SDG) શ્રેણીમાં પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
- યુનિવર્સિટી શ્રેણી : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ યુનિવર્સિટીઓની શ્રેણીમાં ટોચ પર છે, જ્યારે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) બીજા ક્રમે રહી છે.
- કોલેજ શ્રેણી : દિલ્હી યુનિવર્સિટીની જાણીતી હિન્દુ કોલેજ ફરી એકવાર શ્રેષ્ઠ કોલેજ તરીકે ઉભરી આવી છે.
- નવી કેટેગરી : આ વર્ષે કુલ 17 કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. નવી ઉમેરાયેલી સસ્ટેનેબિલિટી (SDG) કેટેગરી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.ગુજરાત માટે નિરાશાજનક: રાજ્ય યુનિવર્સિટીઓ ટોપ-10ની બહાર
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓની યાદીમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી ટોપ-10માં સ્થાન મેળવી શકી નથી, જે ચિંતાનો વિષય છે. આ યાદીમાં કોલકાતાની જાદવપુર યુનિવર્સિટી પ્રથમ સ્થાને છે.
ટોપ-10 રાજ્ય યુનિવર્સિટીઓ :
- જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા
- અન્ના યુનિવર્સિટી, ચેન્નઈ
- પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ
- આંધ્ર યુનિવર્સિટી, વિશાખાપટ્ટનમ
- કેરળ યુનિવર્સિટી, તિરુવનંતપુરમ
- કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોચીન
- ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ
- કાશ્મીર યુનિવર્સિટી, શ્રીનગર
- ગુવાહાટી યુનિવર્સિટી, ગુવાહાટી
- ભરથિયાર યુનિવર્સિટી, કોઈમ્બતુરઅન્ય કેટેગરીમાં શ્રેષ્ઠ સંસ્થાઓ
- એન્જિનિયરિંગ : IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT બોમ્બે
- મેડિકલ : AIIMS દિલ્હી, PGIMER ચંદીગઢ, CMC વેલ્લોર
- કાયદો : નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુ
- ફાર્મસી : જામિયા હમદર્દ, નવી દિલ્હી
- ઓપન યુનિવર્સિટી : IGNOU, નવી દિલ્હી
આ રેન્કિંગ્સ શિક્ષણ, સંશોધન, વ્યાવસાયિક પ્રેક્ટિસ અને ગ્રેજ્યુએશન પરિણામો જેવા અનેક માપદંડો પર આધારિત હોય છે, જે સંસ્થાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે.

