ઠંડી નો નવો રાઉન્ડ : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો

ઠંડી નો નવો રાઉન્ડ : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો

ઠંડીનું પ્રમાણ વધતા ખેતી પાકોમાં સુધારો થશે : ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા હતા જેને લઇ ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને તાપમાનનો પારો ઊંચકાયો હતો પરંતુ ફરી એકવાર  ઠંડા પવનોને લઈ ઠંડીનું જોર વધ્યું હતું જેમાં શનિવાર ની વહેલી સવારથી જ આકાશ માંથી વાદળો વિખેરાતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈ  આગામી દિવસોમાં ઠંડીની તીવ્ર અસર જનજીવન ઉપર પણ પડી શકે તેમ છે.

ઠંડીના ચમકારા ના પગલે લોકોની મુશ્કેલી વધી શકે છે:હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે તાપમાનનો પારો હજુ પણ નીચે ગગડવાની શક્યતાઓને લઈ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે જેના કારણે આગામી સમયમાં લોકો ને કાતીલ ઠંડી નો અનુભવ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ઠંડીનું પ્રમાણ વધતા ફરી વાર લોકો ગરમ વસ્ત્રો અને તાપણા નો સહારો લેવા મજબુર: શિયાળા ના મધ્યે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો ને ગરમ વસ્ત્રો સહીત તાપનાનો સહારો લીધો છે હવામાન વિભાગે હજુ આગામી સમયમાં પણ તીવ્ર ઠંડીનો ચમકારો રહેવાની  આગાહી કરી છે.

દિવસભર ૧૦ કીમી ના ઝડપે બર્ફીલા પવન ફૂંકાયા: ડીસા નુ મહત્તમ તાપમાન ૨૬.૨ ડીગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૧૩  ડીગ્રી જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા નોંધાયું છે અને પવનની ગતિ પ્રતિ કલાકે ૧૦ કીમી રહેવા પામી હતી જેમાં ઉત્તર પશ્ચિમ તરફ વાતા ઠંડા બરફીલા પવનો ને લઈ વાતાવરણ પણ ઠંડુ જોવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *