કુદરતી આર્કીકેટ એવા સુગરીના માળામાં વરસાદનું પાણી પણ જતું નથી
હાલ ચોમાસાની ઘડીઓ મંડાઈ રહી છે જેની સાથે બનાસકાંઠા જીલ્લામાં ગામો કે ખેતરોના ઉંચા વૃક્ષો પર સુગરીએ માળાઓ બાંધવાની શરુઆત કરી હોવાનું જોવા મળી રહ્યુ છે. જોકે ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ સુગરીનો સંવનન કાળ શરૂ થતો હોય છે તે દરમિયાન આ દિવસોમાં સુગરીના માળાઓ વધુ જોવા મળે છે,નર સુગરી માદા સુગરીને આકર્ષવા માટે માળા બનાવે છે તેના કારણે તે અદ્દભુત કારીગીરી કરીને માળો બનાવે છે,વધતા જતાં શહેરીકરણના કારણે ખેતરો ગાયબ થતાં હવે સુગરીના માળા જોવા માટે ગ્રામ્ય વિસ્તારોના ખેતરો સુઘી જવું પડે છે.
પહેલા અનેક વિસ્તારોમાં સુગરી ના માળાઓ સહેલાઇ જોવા મળી રહેતા હતા પણ હવે શહેરી કરણ વધતા સિમેન્ટ કોંક્રીકટના જંગલો બની ગયાં છે તેના કારણે સુગરીના માળા ગાયબ થઈ ગયાં છે. રાજ્ય માં અનેક વિસ્તારો માં ખેતરની જગ્યાએ રેસીડન્સીયલ કે કોમ્પ્લેક્ષ આવી જતાં સુગરીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ચોમાસું આવવાની શરૂઆતના એંધાણ થતા જ નર સુગરી માળો બાંધવાનું શરૂ કરી દે છે. તે જમીનથી ઘણી ઊંચાઈએ તેના માળાઓ બનાવે છે. ચોમાસા દરમિયાન વરસાદથી બચવા માટે, તેમનો માળો પૂર્વ તરફ મુખ કરે છે. આ પક્ષીઓ માળો બાંધવા માટે એક મહિના સુધી સતત મહેનત કરે છે. તેઓ વણકરોની જેમ માળા બાંધે છે. માળો બનાવવાની અનોખી વિશેષતાને રહી છે.
હાલ ચોમાસાની શરૂઆત સાથે જ સુગરી પ્રજાતિના પ્રજજનો કાળ પણ શરૂ થતો હોય છે આ કાળ દરમિયાન નર સુગરી માદા સુગરીને આકર્ષવા માટે માળા બનાવે છે અને ત્યાર બાદ માદા સુગરી માળો પસંદ કરે તેની સાથે જોડી બનાવી તેમાં રહે છે.મોટા ભાગે ખજુરીના પાનના રેસા, મકાઈના પાન, શેરડીના પાન કે ઘાંસની પાતળી ડાળીનો ઉપયોગ કરીને અદ્દભુત માળો બનાવે છે. સુગરી એવો માળો બનાવે છે કે ગમે એટલે વરસાદ હોય અને બહારથી માળો ભીંજાયો હોય છતાં માળામાં વરસાદનું પાણી જઈ શકતું નથી. આ ઉપરાંત પાણીનો સ્ત્રોત નજીક હોય તેવા વિસ્તાર માળા માટે સુગરી પસંદ કરતી હોય છે. આ તમામ વસ્તુઓ હવે શહેરમાં મળતી ન હોવાથી સુગરી ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળી રહી છે. પક્ષીના જાણકારોનું કહેવું છે કે સુગરીના બે પ્રકાર હોય છે તેમાં એક કાળા કંઠવાળી સુગરી અને રેખાવાળી સુગરી આ બન્ને સુગરીના માળા અદ્દભુત કલાકારીવાળા હોય છે. સામન્ય રીતે સુગરી પક્ષી સમુહમાં રહેવા ટેવાયેલા પક્ષી છે જેના કારણે જે વૃક્ષ પર માળા બનાવે છે તે માળાઓ પણ સમુહમાં જોવા મળે છે. સુગરીના માળામાં બે ભાગ જોવા મળે છે તે પણ એક અદ્દભુત કલાકારી છે.