ડીસા એપીએમસીમાં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ છે. બુધવારે ડીસામાં 300 બોરીથી વધુની આવક અને પ્રતિ મણ જીરાનો ભાવ રૂ.3500 થી 4150 નોધાયો છે. ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસામાં શિયાળુ પાકની આવક શરૂ થવા પામી છે. ડીસા એપીએમસીમાં હાલમાં ખુખ્યત્વે રાયડો, એરંડા, તેમજ રાજગરા સહિતના પાકની આવક નોંધપાત્ર થઈ રહી છે.
ખેડૂતોને ઘર આંગણે જ પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા એપીએમસીના સેક્રેટરી અમૃતભાઈ જોષીની દેખરેખ હેઠળ જાહેર હરાજી દ્વારા ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બુધવારથી નવા જીરાની પણ આવકની શરૂઆત થઈ છે. ડીસા એપીએમસીમાં 300 બોરી થી વધુની આવક અને પ્રતિ મણ જીરાનો ભાવ 3500 થી 4150 નોધાયો છે. તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.