સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પાડોશીએ બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પાડોશીએ બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂ. 12,34,650 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

ચાર દિવસ પહેલા સોનાસણના ભુરીવાસમાં રહેતા દર્શનાબેન સુનીલભાઈ પટેલના બંધ મકાનમાંથી અજાણ્યા ઇસમે ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રૂ. 14,75,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

સાબરકાંઠા LCBએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી. LCBના ઇન્ચાર્જ PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI આર.કે. જોષી અને એસ.જે. ચાવડાની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *