NEET UG 2025 પરિણામ જાહેર : ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ટોપર્સની યાદીમાં સામેલ

NEET UG 2025 પરિણામ જાહેર : ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ટોપર્સની યાદીમાં સામેલ

રાજસ્થાનના મહેશકુમારે બાજી મારી, ઉત્કર્ષ અવધિયા અને કૃષાંગ જોષી અનુક્રમે બીજા-ત્રીજા ક્રમે

૨૦.૮ લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા : NTA દ્વારા કટઓફ માર્ક્સ અને ટોપર્સની યાદી સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ : છોકરીઓમાં અવિકા અગ્રવાલ ટોપ પર ; મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની સૌથી મોટી પરીક્ષા, NEET UG-2025નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામોની સાથે, દેશભરના ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. આ વર્ષે લગભગ ૨૦.૮ લાખ વિદ્યાર્થીઓએ NEET UG ની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો હવે અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનો સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

ટોપર્સની યાદીમાં રાજસ્થાનનો દબદબો, ગુજરાતના વિદ્યાર્થીઓ ઝળક્યા :

આ વર્ષે NEET UG 2025 માં રાજસ્થાનના મહેશકુમારે ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવીને ટોપર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મધ્યપ્રદેશની ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને મહારાષ્ટ્રના કૃષાંગ જોશીએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.છોકરીઓમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં અવિકા અગ્રવાલે સૌથી વધુ ગુણ મેળવીને દેશભરમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિદ્યાર્થીઓએ પણ ટોપર્સની આ યાદીમાં સ્થાન મેળવીને પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે.

NEET UG 2025: કટઓફ માર્ક્સની જાહેરાત :

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ NEET UG 2025 માટે તમામ કેટેગરી માટે કટઓફ સ્કોર પણ જાહેર કર્યા છે.
* આ વર્ષે જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો માટે કટઓફ સ્કોર ૬૮૬ થી ૧૪૪ ની વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.
* તેમજ જનરલ/EWS – PWD (દિવ્યાંગ) કેટેગરીના ઉમેદવારો માટે આ કટઓફ ૧૪૩ થી ૧૨૭ ની વચ્ચે રહ્યો છે.
* આ ઉપરાંત, OBC, SC અને ST કેટેગરીઓ માટે NEET UG-2025નો કટઓફ સ્કોર ૧૪૩ થી ૧૧૩ ની વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.

NEET UG 2025: પરિણામ તપાસવા માટે સરળ સ્ટેપ્સ :

ઉમેદવારો પોતાનું પરિણામ નીચે મુજબના સરળ પગલાંઓ અનુસરીને ચકાસી શકે છે:
* સૌ પ્રથમ, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ખોલવી.
* હોમપેજ પર, તમારે “NEET UG 2025 Result” લિંક પર ક્લિક કરવાનું રહેશે.
* હવે તમારા પ્રવેશ કાર્ડ નંબર અને જન્મ તારીખ જેવા ઓળખપત્રો દાખલ કરવા.
* પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે, જેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છે.
આ પરિણામો મેડિકલ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માંગતા લાખો વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો માર્ગ મોકળો કરશે. તમામ સફળ ઉમેદવારોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *