દુકાન પર બાકી બિલ સાથે નોટિસ પણ ચોંટાડી
ડીસા તાલુકાની નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચાયત દ્વારા બાકીદાર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરતા વેપારીઓમાં ચકચાર મચી છે.
માહિતી મુજબ નવી ભીલડી ખાતે ઠક્કર પંકજકુમાર લીલાધરભાઈની દુકાન પર પંચાયત દ્વારા નોટિસ તથા બાકી વેરાનું બિલ ચોંટાડવામાં આવ્યું હતું. પંચાયતના રેકોર્ડ મુજબ પંકજકુમાર લીલાધરભાઈ પર કુલ રૂ. 82,130 નો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન નવી ભીલડી ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને ડેપ્યુટી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બાકી વેરો તાત્કાલિક ભરવા સૂચના આપી હતી.
ગ્રામ પંચાયતના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો બાકી વેરો સમયસર ભરવામાં નહીં આવે તો સંબંધિત મિલકતને સીલ મારવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પંચાયત દ્વારા અન્ય બાકીદારો સામે પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

