જીઓ અને એરટેલના રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે તેવી શક્યતાઓ!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

Jio અને Airtel કંપની તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપી શકે છે. ટેલિકોમ ઉદ્યોગમાં છેલ્લો ટેરિફ વધારો ક્યારે કરવામાં આવ્યો હતો? કદાચ તમે એરટેલના ન્યૂનતમ રિચાર્જ પ્લાનને રૂપિયા 99 થી વધારીને રૂપિયા 155 ભાવ વધારો કહી શકો છો, પરંતુ એવું નથી. ટેલિકોમ કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના એકંદર પોર્ટફોલિયોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી.

5G સેવા શરૂ થયા પછી પણ આપણે ટેરિફ કિંમતમાં વધારો જોયો નથી, જે ટૂંક સમયમાં થઈ શકે છે. માર્કેટ વિશ્લેષકોનું એવું માનવું છે કે, Antique Stock Brokingનો અંદાજ છે કે લોકસભા ચૂંટણી પછી ભાવમાં 15 થી 17 ટકાનો વધારો જોવા મળી શકે છે. આ ભાવ વધારો ભારતી એરટેલના પ્લાનમાં જોવા મળશે. PTIના અહેવાલ મુજબ છેલ્લી કિંમતમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ડિસેમ્બર 2021માં થયો હતો. એવો અંદાજ છે કે ભારતી એરટેલ તેના ARPUને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. કંપની નાણાકીય વર્ષ 2027 સુધીમાં એવરેજ એવન્યુ પર યુઝર્સને 208 રૂપિયાથી વધારીને 286 રૂપિયા સુધી પહોચાડી શકે છે.  આ અટકળો ઘણા કારણોસર કરવામાં આવી છે.

આમાં ટેરિફમાં વધારો, ગ્રાહકોનું 2G થી 4G માં કસ્ટમર્સનું ટ્રાન્ઝેક્શન અને મોંઘા ડેટા પ્લાન પર સ્વિચ કરવા જેવા કારણોનો સમાવેશ થાય છે. જો કે હાલમાં આ મામલે ટેલિકોમ કંપનીઓ દ્વારા કોઈ ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ સમાચાર લખાય છે ત્યાં સુધી ટેલિકોમ કંપનીઓએ કોઈ માહિતી આપી નથી. Antique Stock Brokingનો અંદાજ છે કે એરટેલના ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. Jio અને Airtel એ ઘણા શહેરોમાં 5G નેટવર્ક શરૂ કરી દીધું છે. બંને ટેલિકોમ કંપનીઓએ 5G રોલઆઉટ પછી તેમના રિચાર્જ પોર્ટફોલિયોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી, જે લાંબા સમયથી આશા રાખવામાં આવી રહી છે.

આ કારણે માર્કેટ વિશ્લેષકોનું એવો અંદાજો લગાવી રહ્યા છે કે જલ્દી આપણને એક ભાવમાં વધારો જોવા મળી શકે છે. Jio, Airtel અને અન્ય ટેલિકોમ કંપનીઓ હાઇ સ્પીડ ડેટા માટે અલગ રિચાર્જ પ્લાન રજૂ કરી શકે છે. તે જ સમયે ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 4G ડેટા આપી શકાય છે. જો કે આ તમામ વિષયો પર હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.