કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી ૨૦,૩૩૩ કેસ- ૬૫૨ મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ, નવી દિલ્હી.
દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ૨૦,૩૩૩ થઈ ગઈ અને ૬૫૨ લોકોના મોત થયા છે. હવે ભારત અમેરિકા, સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત એ ૧૭ દેશમાં સામેલ થઈ ગયું છે, જ્યા સંક્રમણના ૨૦ હજારથી વધારે કેસ છે. બુધવારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના આવાસ પર તહેનાત એક પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. રાજસ્થાનમાં ૬૪ અને ઓરિસ્સામાં ૩ નવા દર્દી મળ્યા છે. દેશમાં મંગળવાર રાત સુધી ૧૫૩૭ નવા દર્દી સામે આવ્યા હતા. આ સંખ્યા સતત ચોથા દિવસે ૧ હજારથી વધારે છે. ગઈકાલે રેકોર્ડ ૭૦૨ દર્દી સાજા થયા છે, આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.