ઉત્તરપ્રદેશના આ જિલ્લામાં આકાશથી વરસી આગ, હીટસ્ટ્રોકને લીધે 3 દિવસમાં 74 લોકોએ ગુમાવ્યાં જીવ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના આ જિલ્લામાં આકાશથી જાણે આગ વરસી રહી છે. અહીંના બલિયા જિલ્લાની વાત કરીએ તો પ્રચંડ ગરમી અને લૂને કારણે અહીં હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા ભયાવહ છે. આંકડા અનુસાર ગત ત્રણ દિવસમાં હીટસ્ટ્રોકને કારણે અહીં 74 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

બલિયા જિલ્લામાં ગત બે દિવસથી 43-44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન ચાલી રહ્યું છે. ડાયેરિયા અને લૂના દર્દીઓથી સરકારી તથા ખાનગી હોસ્પિટલો છલકાઈ ગઈ છે. જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં આવનારા દર્દીઓમાંથી મોટાભાગના મૃત્યુ પામી રહ્યા છે. શુક્રવારે સવારથી મોડી રાત સુધી 25 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ સપ્તાહે સૌથી વધુ 31 લોકોના મૃત્યુ ગુરુવારે થયા હતા.

જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી અને અન્ય વોર્ડમાં ભરતીઓની અચાનક મૃત્યુની સંખ્યામાં વધારો થવાને કારણે શબવાહિતીની પણ વ્યવસ્થા થઈ શકી રહી નથી. લોકોએ પોતાના ખર્ચે શબને લઈને જવાની ફરજ પડી છે. સરકારી આંકડા અનુસાર એક સપ્તાહમાં 101 લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. કર્મચારીઓ અનુસાર કોરોના સંક્રમણ દરમિયાન પણ એક દિવસમાં આટલા મૃત્યુ થયા નહોતા.

ગંગા ઘાટ પર આખી રાત ચિતાની આગ શાંત થતી દેખાઈ નહોતી. 50 વર્ષથી વધુ વયના વૃદ્ધો  સૌથી વધુ મૃત્યુની લપેટમાં આવી રહ્યા છે. ઉતાવળે ઈમરજન્સી વૉર્ડ સહિત અન્ય વૉર્ડમાં કૂલર અને એસીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રીન્ટેડન્ટને કહ્યું કે ભીષણ ગરમીને લીધે અચાનક ડાયેરિયા, હીટસ્ટ્રોક, તેજ તાવ, શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.