ઝેલેન્સ્કીએ જાહેર કર્યું રશિયન ટ્રપ્સ ખસી ગયા પછી, ‘ખેરસન અમારૂં છે’

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયન ટ્રપની છેલ્લી ટુકડી પણ ખેરસનમાંથી ખસી જતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જાહેર કર્યું, ‘ખેરસન અમારૂં છે.’ બીજી તરફ અમેરિકાએ ખેરસન વિજયને અસામાન્ય વિજય કહેતા યુક્રેનની જનતા અને પ્રમુખ તથા તેમના વહીવટીતંત્રને અભિનંદનો આપ્યાં.દરમિયાન યુક્રેનની સંસદે એક વિડીયો પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં યુક્રેનના મુખ્ય ચોકનાં સ્તંભ ઉપરથી રાષ્ટ્રગીત વહેતું સંભળાતું હતું અને અંધારી રાત્રીએ ઠંડીમાં પણ લોકો તાપણા કરી તેની ફરતા ઉભા રહી વીડીયોમાંથી વહેતાં રાષ્ટ્રગીતની સાથોસાથ રાષ્ટ્રગીત ગાતા સંભળાતા હતા, શનિવારે સવારે તે મુખ્ય ચોક સ્થિત સ્તંભ ઉપર યુક્રેનનો ધ્વજ ફરકતો જોઈ શકાતો હતો તેવી જ રીતે સરકારી મકાનો ઉપર પણ યુક્રેનનો રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળતો હતો.રશિયન દળો અને યુક્રેનનાં દળો વચ્ચે છેલ્લી ખૂનખાર લડાઈ ખેરસનની બહાર થઈ હતી. જેમાં રશિયન દળો પરાજિત થઈ પોબારા ભળી ગયા પછી યુક્રેનના સૈનિકો નગરમાં પ્રવેશ્યા ત્યારે બાળકો દોડીને તેમને ભેટી પડયા હતા, અને નગરજનોએ સૈનિકોને પુષ્પગુચ્છો આપ્યાં હતાં તથા ગૂંથળ ભરેલા રૂમાલો પણ તેમને ભેટ આપ્યા હતા, જે સૈનિકોએ તેમના વાહનો ઉપર ગર્વભેદ પ્રદર્શિત કર્યા હતા.અમેરિકાએ આ વિજયને ‘અસામાન્ય વિજય’ ગણાવતાં યુક્રેનની જનતા, પ્રમુખ ઝેલેન્સ્કી અને તેમના વહીવટીતંત્ર તથા સેનાને અભિનંદનો પાઠવ્યા હતાં.અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સિલ્વાન અત્યારે કમ્બોડીયામાં છે ત્યાંથી સંદેશો પાઠવતાં કહ્યું હતું કે આ ભવ્ય ક્ષણ છે, તે યુક્રેનની અસામાન્ય અંતર શક્તિ અને યુદ્ધ શક્તિની દ્યોતક છે. જેને અમેરિકા અને સાથીઓએ સતત પુષ્ટિ આપી છે. સિલ્વાન બાયડનની સાથે પ્રાદેશિક શિખર પરિષદ માટે કમ્બોડીયામાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.