20થી વધુ રાજ્યોમાં IMDનું યલો એલર્ટ, યુપી-ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યો વરસાદથી બેહાલ છે. દિલ્હી-એનસીઆરથી લઈને મુંબઈ સુધીના વિવિધ શહેરોમાં વરસાદ બંધ નથી થઈ રહ્યો. બીજી તરફ પર્વતીય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા સહિત એનસીઆરમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-NCRમાં ભારે અને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, પુડુચેરી, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, મિઝોરમ ત્રિપુરા, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.યુપીના ઘણા રાજ્યો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યુપી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12 ઓક્ટોબર સુધી 49 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ગોંડા, બલરામપુર, સિદ્ધાર્થ નગર, બહરાઈચ, બસ્તી, મહારાજગંજ, બારાબંકીમાં ભારે વરસાદ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.