હોઠની સુંદરતા વધારતી લિપસ્ટિકમાં થાય છે કીડાનો ઉપયોગ
નવી દિલ્હી, માર્કેટમાં મેકઅપને લગતા વિવિધ પ્રોડક્ટ્સ મોજૂદ છે. દરેક મહિલાની મેકઅપ કીટમાં તમનેઅલગ અલગ શેડ્સની લિપસ્પિક તો ચોક્કસથી જોવા મળશે જ પછી ભલે તમે રોજેરોજ મેકઅપ અપ્લાય કરતા હોવ કે ના કરતા હોવ. હોઠની સુંદરતા વધારતી લિપસ્ટિક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને ખાસ કરીને તેના રંગને ઘટ્ટ બનાવવા માટે કેવી રીતે કીડાનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે તમે જાણો છો? લિપસ્ટિકની બનાવટ દરમિયાન ઉપયોગમાં લેવાતા સિન્થેટિક કલરની સ્વાસ્થ્ય પર ગંભીર અસરો વિશે તમે કદાચ સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે, રંગને ઘટ્ટ અને લાંબા સમય સુધી હોઠ પર લિપસ્ટિક ટકી રહે તે માટે ઢગલાબંધ કોચિનીયલ જંતુઓનો ઉપયોગ કરવામાં આવે છે?
આયુર્વેદિક એક્સપર્ટ અનેICMRરિસર્ચર ડોક્ટર રિવ ઢલિયાએ પોતાની સોશિયલ વેબસાઇટ પર લિપસ્ટિકની બનાવટને લગતા કેટલાંક ફેક્ટ્સ રજૂ કર્યા છે. જે હકીકતમાં લિપસ્ટિકથી સ્વાસ્થ્યને શું નુકસાન થઇ શકે છે તેના વિશે જણાવે છે. લિપસ્ટિકનો ઉપયોગ પ્રાચીન સમયથી થાય છે. પહેલાંના સમયમાં મહિલાઓ પથ્થર તોડીને તેને ક્રશ કરી લેતી અને તે પાઉડરથી તેમના હોઠ અને લિપ્સ રંગી દેતી હતી. જ્યારે પ્રથમ કોમર્શિયલ લિપસ્ટિકના વેચાણની વાત કરવામાં આવે તો તેની શરૂઆત ૧૮૮૪માં ફ્રેન્ચ બ્રાન્ડ ગુએરલેનએ કરી હતી. આજે આ જ બ્રાન્ડ વિશ્વમાં સૌથી મોંઘી લિપસ્ટિક બનાવવા માટે ઓળખાય છે.
સૌથી પહેલાં તેમાં પિગ્મેન્ટ્સનું મિક્સિંગ થાય છે, પિગ્મેન્ટ્સ એક પ્રકારનો કલર હોય છે અને તેને મિક્સ કરીને અલગ અલગ પ્રકારના કલર અને શેડ્સ તૈયાર કરવામાં આવે છે. તેને તેલની સાથે મિક્સ કરવામાં આવે છે, આ મિક્સિંગમાં તેલ અને પિગ્મેન્ટ ૨ઃ૧ માપમાં હોય છે. ત્યારબાદ મોલ્ડિંગની પ્રક્રિયા કરવામાં આવે છે, જેને એક સ્પેસિફિક ટેમ્પરેચર પર તૈયાર કરવામાં આવે છે અને ઝડપથી ઠંડુ કરી દેવામાં આવે છે. આ પ્રોસેસમાં એ વાતનો ખ્યાલ પણ રાખવાના હોય છે કે આ મિક્સમાં કયાંય એર ના રહી જાય, ત્યારબાદ તેને ઠંડુ કરવામાં આવે છે અને સાંચામાંથી પસાર કરીને તેની સ્ટિક્સ બનાવવામાં આવે છે.
ત્યારબાદ થોડું ફિનિશિંગ કરીને તેને પૅક કરીને માર્કેટમાં વેચવામાં આવે છે. જૂના સમયમાં જાનવર અને ઇન્સેક્ટના શરીરના અલગ અલગ અંગોનો ઉપયોગ લિપસ્ટિક બનાવવા માટે કરવામાં આવે છે. જો કે, હવે ભોજનથી લઇને કોસ્મેટિક પ્રોડક્ટ્સના વેગન હોવા પર ભાર મુકવામાં આવે છે. હવે અનેક બ્રાન્ડ્સ વેગન લિપસ્ટિક અને મેકઅપ પ્રોડક્ટ્સ બનાવવા લાગ્યા છે, ત્યારબાદ અનેક પ્રોડક્ટ્સમાં જાનવરોની સ્કિનથી લઇને અન્ય અંગોનો ઉપયોગ થાય છે. ડોક્ટર અનુસાર, મેકઅપ પ્રોડક્ટ્સમાં સિન્થેટિક કલરના ઉપયોગથી થતા નુકસાન અને ગેરફાયદાઓ વિશે ચર્ચા અવાર-નવાર થતી જ રહે છે. હાલમાં પેરુ આ પ્રકારના કોચિનીયલ જંતુનું સૌથી વધુ કોમર્શિયલ ઉત્પાદન કરતો દેશ છે. જે પીઅર કેક્ટસ પર સરળતાથી મળી આવે છે. આ પ્લાન્ટેશનનો એકમાત્ર હેતુ કોચિનીયલ જંતુઓનું ઉત્પાદન છે.