દેશમાં સતત કોરોના સંક્રમણના કેસ 40 હજારથી નીચે, દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિમાં થયો સુધારો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના સંક્રમણના કેસોમાં દેશમાં સતત છઠ્ઠા દિવસે 40 હજારથી ઓછા સંક્રમણના કેસ નોંધાયા છે. આ એક રાહતની વાત છે કે દેશમાં ચેપની ગતિ ઓછી થતી હોય તેવું લાગે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણનાં 36,594 નવા કેસ નોંધાયા છે જ્યારે 540 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કોરોનાથી થયેલા કુલ મોતની સંખ્યા હવે 1,39,188 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે 04 ડિસેમ્બર સુધી જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં 4,16,082 સક્રિય કેસ છે જ્યારે 90,16,289 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ ઘરે ગયા છે. શુક્રવારે દેશભરમાં કુલ 11,70,102 કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 36,594 લોકોને ચેપ લાગ્યો છે.જ્યારે કે 42916 લોકો સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ પણ અપાયું છે. જેના કારણે દેશમાં રિકવરી રેટ હવે 94.20 ટકા થયો છે.

આ સિવાય રાજધાની દિલ્હીમાં સંક્રમણની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. શુક્રવારે 04 ડિસેમ્બરે 85,003 પરીક્ષણો કરાયા હતા, જેમાંથી 4,067 લોકોને ચેપ લાગ્યો હતો. જ્યારે 73 દર્દીઓનાં મોત સાથે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંક 9,497 પર પહોંચી ગયો છે. દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ 5,86,125 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 5,48,376 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દિલ્હીમાં રિકવરી રેટ 93.55 ટકા થઈ ગયો છે. હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 28,252 રહી છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો એટલા માટે કહેવાઈ રહ્યો છે કારણ કે અમેરિકામાં શુક્રવારે કોરોના સંક્રમણના રેકોર્ડ 2,25,201 કેસ સામે આવ્યા છે. અમેરિકામાં સતત બીજા દિવસે છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યાં ભારત હવે નવેમ્બરના અંતિમ સપ્તાહની સરખામણીએ કોરોના સંક્રમણની ગતિ ધીમી પડતી જણાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.