પ્રતિબંધિત પબ જીનું ભારતમાં થશે પુનરાગમન ?, કંપની એ શરૂ કર્યા ધમપછાડા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અન્ય ચાઈનિઝ એપની સાથે મોદી સરકારે પબ જી ગેમને જ્યારે બેન કરી ત્યારે ઘણા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. કારણ કે પબ જી ગેમ દેશના કરોડો ટીનએજર અને યુવાનો માટે એક વળગણ થઈ ગઈ હતી. હાલમાં તો પબજીની ભારતમાથી વિદાય થઈ ગઈ છે પણ આ ગેમને લોન્ચ કરનાર કંપની તેને ભારતમાં ફરી પાછી લાવવા માટે ધમપછાડા કરી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે પબ જી કોર્પ દ્વારા ગ્લોબર ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર સાથે વાતચીત ચાલી રહી છે.

જેની પાછળનો આશય ભારતીય ગેમ યુઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવાનો છે. કારણ કે ભારત સરકારે પબ જી બેન કરવા પાછળનું એક કારણ રાષ્ટ્રિય સુરક્ષાનું આપ્યું હતું. કંપની ભારતમાં જ ડેટા સ્ટોર કરીને સરકારની આ ચિંતા ખતમ કરવા માંગે છે. શક્ય છે કે, કંપની ભારતમાં જ યુઝર્સનો ડેટા સ્ટોર કરવાનો વાયદો કરે તો સરકાર કંપની પર લગાવાયેલો બેન દુર કરે.

કંપની દ્વારા ભારતમાં પબજી ગેમના કેટલાક હાઈ પ્રોફાઈલ યુઝર્સને ખાનગીમાં કહેવામાં આવ્યું છે કે, 2020ના અંત સુધીમાં પબ જી મોબાઈલ ભારતના યુઝર્સને એપ સ્ટોર પર મળી શકે છે. ભારતમાં કંપની પબ જી લોન્ચ કરવા માટે ધમપછાડા એટલે કરી રહી છે કે, તેના સૌથી વધારે યુઝર્સ ભારતમાં છે અને સરકારના બેનના કારણે એક ઝાટકે તેના યુઝર્સ છીનવાઈ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.