કતારથી ક્યારે પરત આવશે આઠમો ભૂતપૂર્વ સૈનિક? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

ગુજરાત
ગુજરાત

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની સજા માફ કરવામાં આવી છે. આ સમાચારને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. જો કે, અત્યાર સુધી 8 ભારતીય નાગરિકોમાંથી માત્ર 7 જ ભારત પરત આવી શક્યા છે. 12 ફેબ્રુઆરીએ 7 નાગરિકો ભારત પરત ફર્યા હતા. પરંતુ હજુ સુધી એક નાગરિક પરત ફરી શક્યો નથી. હવે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આઠમા ભારતીય નાગરિકની વાપસી થશે.

શું હતો સમગ્ર મામલો?

કતારની અદાલતે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ તમામ કતારની કંપની અલ દહરામાં કામ કરતા હતા અને વર્ષ 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે આ સજા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કરાતની એપેલેટ કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડમાં ફેરફાર કર્યો હતો અને ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને વિવિધ શરતોની કેદની સજા સંભળાવી હતી. આખરે આ ભારતીય નાગરિકોની સજા માફ કરવામાં આવી અને તેમાંથી 7 ભારત પરત ફર્યા.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ગુરુવારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આઠમા ભારતીય નાગરિકે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની હોય છે. તે ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તે પરત ફરશે. તેમણે કહ્યું- “જેમ તમે જાણો છો, અલ દહરા ગ્લોબલ કેસમાં સંડોવાયેલા તમામ આઠ ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાંથી સાત ભારત પરત ફર્યા છે.” તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તાજેતરમાં કતારની મુલાકાત લીધી હતી અને આઠ ભારતીયોની મુક્તિ માટે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.