કોરોનાના વધતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન, થાણેમાં હોટસ્પોટ 31 માર્ચ સુધી બંધ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ 15 માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. જ્યારે થાણે શહેરના 11 હોટસ્પોટ પર 11 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

આવશ્યક ચીજવસ્તુઓની સેવા સિવાય તમામ દુકાનો સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ખોલી શકાશે.
રેસ્ટોરાં રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. રાત્રે 11 વાગ્યા સુધી હોમ ડિલિવરીની મંજૂરી છે.
નાસિક સિટી, માલેગાંવ અને જ્યાં સંક્રમણ દર વધારે છે ત્યાં શાળા-કોલેજો અને કોચિંગ ક્લાસીસ બંધ રહેશે.
પહેલેથી નક્કી થઈ ચૂકેલી PSC અને MPSCની પરીક્ષા પોતાના સમયપત્રક પર જ યોજાશે.
નાસિકમાં 8 દિવસમાં 3 હજારથી વધુ કેસ મળી આવ્યા

નાસિકમાં છેલ્લા 8 દિવસમાં 3,725 નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવારે અહીં કોરોનાના 644 કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં કુલ 1 લાખ 31 હજાર 990 લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. થાણેમાં દર અઠવાડિયે સરેરાશ 700થી 800 કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી અત્યારસુધી 2 લાખ 86 હજાર 351 લોકોને સંક્રમણ લાગ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15,353 નવા કેસ સામે આવ્યા છે અને 16,606 દર્દી સાજા થયા. આ મહિનામાં આ બીજી વખત છે, જ્યારે નવા કેસ કરતાં વધુ લોકો સાજા થયા છે. આ પહેલાં આવું 1 માર્ચે બન્યું હતું. સોમવારે 76 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,331 નો ઘટાડો થયો.

દેશમાં અત્યારસુધીમાં 1.07 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે, તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. લગભગ 1.58 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.84 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સોમવારે રજૂ થયેલા બજેટ પહેલાં બજેટસત્રમાં 36 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટે ભાગે એસેમ્બ્લી સ્ટાફ હોય છે. મુંબઈની જેજે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, બજેટસત્રને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભામાં 6 અને 7 માર્ચે 2,746 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 36 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. 1 માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટસત્રની શરૂઆત થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.