સીતામઢીમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પોલીસે લાઠીચાર્જ કર્યો

ગુજરાત
ગુજરાત

બિહારના સીતામઢીમાં મોહરમના તાજિયા જુલૂસ દરમિયાન બે અખાડાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. મામલો સીતામઢી શહેરના મહેસૌલ ઓપી વિસ્તારના મહેસૌલ ચોકનો છે જ્યાંથી બે અખાડાઓનું મોહરમ જુલુસ પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન બંને અખાડાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ત્યારબાદ ભીડે હાથમાં હથિયારો લઈને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે રસ્તો સાંકડો હોવાના કારણે આવોવિવાદ  થયો હતો. આ મામલે સદર ડીએસપી રામકૃષ્ણનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે બે અખાડાના લોકો એકબીજા સાથે અથડાયા જેના કારણે લડાઈ થઈ. તેમને જણાવ્યું કે રસ્તો સાંકડો હોવાથી અથડામણ થઇ હતી. જો કે, વર્ચસ્વને લઈને પણ આવી વાત પ્રકાશમાં આવી રહી છે. સદર ડીએસપીએ કહ્યું છે કે આ મામલે પોલીસ બંને અખાડાના લોકો સાથે બેસીને શાંતિ સમિતિની બેઠક કરશે. આ કેસમાં ઘાયલ થયેલા તમામ લોકો અથડામણ સાથે સંબંધિત નથી, તેઓ રમતા રમતા ઘાયલ થયા છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.