બાંગ્લાદેશમાં ફાટી હિંસા, યાત્રા ન કરવાની કરી અપીલ; જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત અનેક શહેરો હિંસાની ઝપેટમાં છે. શેખ હસીના સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી છે. ગયા મહિને શરૂ થયેલા વર્તમાન વિરોધ પ્રદર્શન દરમિયાન આ પ્રકારનું પગલું પ્રથમ વખત લેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અને હિંસાને જોતા ભારત સરકારે પણ પોતાના નાગરિકોને ખાસ અપીલ કરી છે. ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
ભારતીય હાઈ કમિશને હેલ્પલાઈન નંબર જારી કર્યા
આ સાથે હાલમાં બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને તેમની હિલચાલ મર્યાદિત કરવા અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ માટે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશને ફોન નંબર જારી કર્યા છે. આ નંબરો છે +8801958383679, +8801958383680, +8801937400591.
Tags Bangladesh india Rakhewal