Video/ PM મોદીને મળવા પહોંચી ટીમ ઈન્ડિયા, દિલ્હી પહોંચતા જ રોહિત-સૂર્યા જોરદાર નાચવા લાગ્યા

ગુજરાત
ગુજરાત

વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા અને સપોર્ટ સ્ટાફ સાથે થોડા સમય પહેલા 7-લોક કલ્યાણ માર્ગ પર PM નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી તેમનું નાસ્તેમાં સ્વાગત કરશે. 

ટીમ ઈન્ડિયાએ આઈટીસી મૌર્ય હોટેલમાં કાપી કેક

વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના સ્વાગત માટે રેડ કાર્પેટ બિછાવી હતી. આ પ્રસંગે હોટલમાં ટીમ ઈન્ડિયા માટે ખાસ કેક તૈયાર કરવામાં આવી હતી. જેને ભારતીય વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન રોહિત શર્માએ કાપી હતી. આ દરમિયાન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડે પણ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભાંગડા કરતો જોવા મળ્યો 

ભારતીય ટીમ જ્યારે મૌર્ય હોટેલ પહોંચી ત્યારે ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પહેલા સૂર્યકુમાર યાદવ અને પછી કેપ્ટન રોહિત શર્મા ભાંગડા કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો રોહિતના ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.