ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
દિલ્હીની એપોલો હોસ્પિટલે કહ્યું કે અડવાણીની તબિયત હજુ સ્થિર છે. ભાજપના વરિષ્ઠ નેતાને તબીબી મૂલ્યાંકન અને તબીબી તપાસ માટે ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ડૉ. વિનીત સુરીની દેખરેખ હેઠળ છે. હાલ આઈસીયુમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર છે. આ સાથે, હોસ્પિટલે કહ્યું કે અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ સમયે પરિવારની ગોપનીયતાનું સન્માન કરો. વધુ અપડેટ્સ યોગ્ય તરીકે પ્રદાન કરવામાં આવશે.
લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અડવાણી વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે તેને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જુલાઈમાં દિલ્હી એઈમ્સમાંથી ડિસ્ચાર્જ થયાના થોડા જ દિવસો બાદ તેમને એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.