વંદે ભારતમાં મળશે સ્લીપરની સુવિધા, ભારતીય રેલ્વે ટૂંક સમયમાં જ લોન્ચ કરશે નવું વર્ઝન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા અથવા મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે વંદે ભારત એક્સપ્રેસનું સ્લીપર વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મામલે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર બીજી માલ્યાનું નિવેદન સામે આવ્યું છે. ” તેમને કહ્યું કે અમે આ નાણાકીય વર્ષમાં વંદેનું સ્લીપર વર્ઝન લોન્ચ કરીશું,” અને આ નાણાકીય વર્ષમાં વંદે મેટ્રો પણ શરૂ કરીશું. જેમાં 22 કોચ અને એક લોકોમોટિવ હશે. આ લોન્ચ 31મી ઓક્ટોબર પહેલા થવા જઈ રહ્યું છે.

દેશમાં જ્યારથી વંદે ભારત ટ્રેન દોડવા લાગી છે ત્યારથી પથ્થરમારાની અનેક ઘટનાઓ સામે આવી છે. 15 સપ્ટેમ્બરે પણ ગોરખપુરથી લખનૌ આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સવારે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. શુક્રવારે સવારે મલ્હૌર સ્ટેશન પાસેથી પસાર થતી વખતે આ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ચેરકારની બોગી સી-4નો કાચ તૂટી ગયો હતો. જોકે, કોઈ મુસાફરની જાનહાનિ થઈ નથી. આરપીએફએ આ મામલે તપાસ શરૂ કરી છે.

આ હુમલા દરમિયાન ટ્રેનમાં હાજર મુસાફરો ડરી ગયા હતા અને તેમની વચ્ચે હોબાળો મચી ગયો હતો. અહેવાલ છે કે RPF હુમલાખોરોની શોધમાં સીસીટીવી ચેક કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનને પીએમ મોદીએ 7 જુલાઈએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારપછી આ ટ્રેન પર 5 વખત હુમલો કરવામાં આવ્યો છે. આ ટ્રેન પર પહેલીવાર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે બકરાની કતલને લઈને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ટ્રેનની ચાર બોગીના કાચ તૂટી ગયા હતા. વંદે ભારત પર સતત થઈ રહેલા હુમલાઓને રોકવા માટે સરકારે નવી યોજના બનાવવાની જરૂર પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.