રસી નહિ શોધાય તો ભારતમાં ૨૦૨૧માં રોજના ૨.૮૭ લાખ કેસ આવશે : રિસર્ચ

રાષ્ટ્રીય
corona
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : એક અભ્યાસમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે તે પછી અમેરિકાનો ક્રમ રહેશે.
જા કોરોનાની રસી નહિ શોધાય તો આવતા વર્ષના પ્રારંભે ભારતની દશા ઘણી ખરાબ થશે. એમઆઇટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૧ પહેલા ભારતમાં રોજ ૨.૮૭ લાખ કેસ નોંધાતા જશે. વિશ્વની ૬૦ ટકા વસ્તીને આવરી લેતો ૮૪ દેશોમાંથી ટેસ્ટીંગ અને કેસ ડેટાના સમન્વયથી આ અભ્યાસ હાથ ધરાયો છે. એમઆઇટીના અભ્યાસ મુજબ જા સારવાર નહિ મળી શકે તો માર્ચથી મે ૨૦૨૧ દરમિયાન વિશ્વસ્તરે ૨૦ કરોડથી ૬૦ કરોડ વચ્ચે કેસ હશેર્‌ અભ્યાસ અનુસાર કોરોનાથી ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ બનશે તે પછી અમેરિકા રોજ ૯૫૦૦૦ કેસ સાથે બીજા ક્રમે રહેશે. દક્ષિણ આફ્રીકામાં રોજ ૨૧૦૦૦, ઇરાનમાં રોજ ૧૭૦૦૦ કેસ રોજ નોંધાશે. આ પ્રોજેકશન ફેબ્રુ. ૨૦૨૧ના અંત સુધીમાં કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.