ઉત્તર પ્રદેશ પોલીસે એક આરોપીએ નામ જણાવી દેતાં અન્ય બે ત્રાસવાદીઓને ઝબ્બે કર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે (એટીએસ) બે અન્ય ત્રાસવાદીઓને પણ ઝબ્બે કર્યા છે. આતંકીઓ ૨૮ વર્ષનો આસ મોહમ્મદ અને ૨૩ વર્ષનો મોહમ્મદ હારિસ હોવાનું પણ જાણવા મળ્યું છે.આસ મોહમ્મદ સરહાનપુરના દેવબંધ પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં ઝહીરપુર ગામનો વતની હોવાનું તથા હારિસ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાનો હોવાનું પણ બહાર આવ્યું છે.ગુરુવારે રાત્રે તે બંનેને અટકાયતમાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે પછી તેઓની ધરપકડ પણ કરાઈ હતી.
થોડા દિવસો પૂર્વે ઉત્તર પ્રદેશની એટીએસ દ્વારા ઉગ્રપંથી જૂથો સામે ઝૂંબેશ આદરી હતી. તે દરમિયાન તેણે લુકમાન, શાહઝાદ, મુખ્તાર, કામીલ, અલિનૂર, નવાઝીશ અનસારી અને મોહમ્મદ સલીમની પણ ધરપકડ કરી હતી. તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાર્યરત હતા. તે સર્વેનાં તંતુઓ પણ એકયુઆઇએસ અને જમાનત ઉલ મુજાહીદ્દીન એ બાંગ્લાદેશ (જેએમબી) સાથે જોડાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.તેમની પૂછપરછ દરમિયાન એટીએસને પેલા બંને આસ મોહમ્મદ તથા મોહમ્મદ હારિસ વિષે પણ માહિતી મળી આવી હતી. તે બંનેને સરહાનપુરથી લખનૌ સ્થિત એટીએસનાં પ્રાદેશિક મુખ્ય મથકે પુછપરછ માટે લઈ જવાયા હતા. પછી બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.